જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં 150 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુક્રવારે મળ્યા હતા. આ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાત જાપાન માટે સેકન્ડ હોમ છે. રાજ્ય સરકાર સેમિકોન સેક્ટરને વિશેષ અગ્રતા આપીને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશ્ચિત સમયમાં પૂરુ પાડવાના સંકલ્પ સાથે જાપાન ગુજરાતમાં કાર્યરત્ છે. ધોલેરા SIRમાં સેમિકંડક્ટર સેક્ટરમાં રોકાણો માટે જાપાનની અનેક કંપનીઓ ઉત્સુક છે. જાપાનના રાજદૂતે ગુજરાતમાં કાર્યરત્ જાપાની કંપનીઝને રાજ્ય સરકાર દ્વારા મળતા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

