ભારત-યુએસ વચ્ચે વેપાર સોદાની વાટાઘાટોમાં ઝડપી પ્રગતિઃ ગોયલ

Wednesday 16th July 2025 07:00 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર સોદા માટેની વાટાઘાટો ઝડપભેર આગળ વધી રહી છે. ભારતીય ટીમ વધુ એક વાતચીતના રાઉન્ડ માટે વોશિંગ્ટન પહોંચી ગઈ છે. અમેરિકા સાથે વેપાર સોદો ભારત માટે વિન-વિન પુરવાર થાય તે હેતુથી પરસ્પર સહકારની ભાવના સાથે ઝડપભેર વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે, યુરોપિયન સંઘ (ઈયુ) તેમજ યુએસ સાથે પ્રસ્તાવિત વેપાર કરાર
માટે વાતચીત ચાલુ છે. ભારત જે મુક્ત વેપાર કરારો (એફ્ટીએ) કરી રહ્યું છે તે દેશમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (જીસીસી)ને પ્રોત્સાહન પૂરું પડાનાર મુખ્ય ચાલકબળ બનશે. બંને દેશો વચ્ચે વાતચીતનો પ્રથમ તબક્કો આગામી એકાદ-બે માસમાં પૂર્ણ થવાની સંભાવના છે. જ્યારે ઈયુ સાથે એફટીએ અંગેનો નિર્ણય વર્ષના અંત સુધીમાં લેવાઈ શકે છે. અગાઉ 2013માં બજારો ખોલવાને લઈને થયેલા મતભેદથી વાતચીત અધવચ્ચે અટકી ગઈ હતી. નવા વેપાર કરારમાં સંખ્યાબંધ મુદ્દાઓને આવરી લેવાશે અને તેની ખાતરી કરવી જરૂરી છે. વેપાર સોદામાં વિલંબ માટે આ મુખ્ય કારણ હોવાનું બર્થવાલે જણાવ્યું હતું.


comments powered by Disqus