ભુજોડીના કારીગરને ઇન્ટરનેશનલ બેસ્ટ ટૂરિઝમ પ્રોડક્શન એવોર્ડ

Wednesday 16th July 2025 06:54 EDT
 
 

ભુજોડી: તાજેતરમાં કિર્ગિસ્તાન સરકાર દ્વારા બિસ્કેક ખાતે આઇમો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ – 2025નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 150 દેશના 82 કારીગરોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ભુજોડીના હાથવણાટના કારીગર હિતેશ ડાહ્યાલાલ વણકરની ઇન્ટરનેશનલ બેસ્ટ ટૂરિઝમ પ્રોડક્શન એવોર્ડ 2025 તરીકે પસંદગી પામ્યા હતા. ઓઇમો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2025 કિર્ગિસ્તાન સરકાર દ્વારા છેલ્લાં 18 વર્ષથી યોજાય છે, જેમાં ગુજરાતના 5 કારીગરે ભાગ લીધો હતો.
કચ્છના ભુજોડીના હાથ વણાટના કારીગર તરીકે હિતેશ ડાહ્યાલાલ વણકર અને અજરખપુરના અજરખ બ્લોક પ્રિન્ટના કારીગર અબ્દુલ રઉફ ખત્રીને વર્લ્ડ ક્રાફટ કાઉન્સિલ દ્વારા આમંત્રિત કરાયા હતા. તેમાં પ્રથમ નંબર મેળવી હિતેશ વણકર ઇન્ટરનેશનલ બેસ્ટ ટૂરિઝમ પ્રોડક્શન એવોર્ડ 2025ના વિજેતા બન્યા હતા.


comments powered by Disqus