અમદાવાદઃ મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે લેન્ડિંગ વખતે બર્ડહિટ થયું હતું, જેમાં સવાર 130થી વધુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ફ્લાઇટને પાર્કિંગમાં લાવ્યા બાદ એન્જિનની બ્લેડ તૂટી હોવાનું જણાયું હતું. આથી વિમાનને ગ્રાઉન્ડ કરાયું હતું, જેને રિપેર કરીને સવારે 8:30 વાગ્યે તેને મુંબઈ રવાના કરાયું હતું.