દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની ટેસ્લાનો પહેલો શોરૂમ મંગળવારે મુંબઈના પોશ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્લો મુકાયો. ટેસ્લા શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. હાલમાં ટેસ્લા ભારતમાં ફક્ત મોડેલ Y કાર જ વેચશે, તેની કિંમત રૂ. 60 લાખથી શરૂ થાય છે, જે અમેરિકા કરતાં રૂ. 28 લાખ વધુ છે.