મુખ્યમંત્રીની મુલાકાતે બ્રહ્મવિહારી સ્વામીઃ BAPSના વૈશ્વિક પ્રોજેક્ટ્સથી વાકેફ કર્યા

Wednesday 16th July 2025 06:10 EDT
 
 

ગાંધીનગરઃ બ્રહ્મવિહારી સ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને BAPSના વૈશ્વિક પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી અને ગુજરાતના વિકાસ માટેના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી. આ સાથે જ રાજ્યના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સમૃદ્ધ વિકાસ તરફ ભવિષ્યમાં પ્રગતિ માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ મહંત સ્વામી મહારાજના નેતૃત્વમાં BAPSના સ્વામીઓ અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા માનવતાવાદી કાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી. તો બ્રહ્મવિહારી સ્વામીએ ગુજરાતના કલ્યાણ માટે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના યોગદાન અને તેમના તમામ લોકો પ્રત્યેના તેમના પ્રેમનું વર્ણન કર્યું. તેમણે રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વભરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના પણ કરી.


comments powered by Disqus