કચ્છના નખત્રાણામાં શ્રીકાર વરસાદને કારણે ડુંગરોનાં અલુપ્ત ઝરણાં વહેવા લાગ્યાં છે. દુર્લભ વનસ્પતિઓ આળસ મરડીને ઊગી નીકળતાં સીમાડો દીપી ઊઠ્યો છે. ભીખુઋષિ ડુંગરા (સાંયરા)ની તળેટીમાં ઝરણાંના ખળખળાટ અને પક્ષીઓના કલરવથી ડુંગર ગૂંજી ઊઠે છે. ડુંગર વિસ્તારમાં ઔષધીય વનસ્પતિ પાંગરવા લાગી છે.

