મુંબઈઃ રૂ. 252 કરોડના મેફેડ્રોન ડ્રગ રેકેટમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ઇન્ટરપોલ- મુંબઇ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ભાગેડુ માસ્ટર માઇન્ડ કુબ્બાવલા મુસ્તફાને યુએઇથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. મૂળ સુરતના આરોપી સામે રેડકોર્નર નોટિસ ઇશ્યૂ થયા બાદ મુસ્તફાની અબુધાબીથી ધરપકડ કરાઈ હતી.

