પાટણઃ શિવભક્ત પિયૂષ ઠક્કર 78 દિવસમાં 1900 કિલોમીટરની પદયાત્રા કરી સોમવારે અમરનાથ પહોંચ્યા હતા અને બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગતવર્ષે કેદારનાથ બાદ તેમણે અમરનાથની પદયાત્રા પૂર્ણ કરી છે. ભગવાન શિવ પ્રત્યેની અપાર શ્રદ્ધાના કારણે તેમણે કઠિન પદયાત્રા કરી છે.
પાટણના શિવભક્ત પિયૂષભાઈ ઠક્કર 21 એપ્રિલે પાટણથી પગપાળા અમરનાથ જવા નીકળ્યા હતા. બરોબર 78મા દિવસે તેઓ 1900 કિ.મી.ની પદયાત્રા કરી સોમવારે અમરનાથ પહોંચ્યા હતા અને બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતાં.