સીટી બોન્ડ ટ્રાવેલની સમર પાર્ટી: ભાવાંજલિ અને ઉજ્જવળ ભાવિનો સમન્વય

Wednesday 16th July 2025 07:02 EDT
 
 

સુવિખ્યાત ટ્રાવેલ કંપની સીટીબોન્ડે તાજેતરમાં સમર લંચ પાર્ટીનું આયોજન સ્ટેનમોરની એવરેસ્ટ એબરકોન રેસ્ટોરંટમાં કર્યું હતું. જેમાં એરલાઇન્સ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો સહિત એમની સાથે લાંબા સમયથી ભાગીદારી નોંધાવનારા, શુભેચ્છકો, મિત્રો અને “ગુજરાત સમાચાર”, ‘એશિયન વોઇસ’ના તંત્રીશ્રી સી.બી.પટેલનો અને સાથીઓનો સમાવેશ થતો હતો. વિવિધ ક્ષેત્રીય લગભગ ૧૦૦ જેટલા વાઇબ્રન્ટ મહેમાનો માટે નેટવર્કીંગનો પણ અમૂલ્ય અવસર હતો. સૂર્યદેવની સવારી સાત ઘોડા સાથે આવી હતી.
આમંત્રિત મહેમાનોને સંબોધતા શ્રી હિતેશભાઇએ આનંદના આ માહોલમાં કંપનીના બહુમૂલ્ય એવા સીટી બોન્ડ પરિવારના સ્વજન સ્વ.અલ્પાબહેન શાહની દુ:ખદ વિદાયને અંજલિ અર્પતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. સદ્ગતના માનમાં ડાયરેક્ટરોએ આગામી ચેરિટી ઇવેન્ટ ફંડફાળા માટેની જાહેરાત કરતા જણાવ્યું કે, જે પ્રોજેક્ટ અલ્પાબહેનના મનેચ્છા મુજબનો છે જેને પ્રોત્સાહિત કરવા અને એમની ઇચ્છાને માન આપી સપનું સાકાર કરવા આદરાયો છે જેની વિગતો આગામી સપ્તાહોમાં જાહેર કરાશે.
૧૯૭૪માં સ્થપાયેલ સીટી બોન્ડ ટ્રાવેલ ખૂબ જ સન્માનનીય શાહ પરિવારજનો દ્વારા ચાલતી કંપની છે અને ટેલર-મેડ હોલિડેસ તેમજ એસ્કોર્ટેડ ગૃપ ટૂર્સમાં અગ્ર સ્થાને છે.
ટ્રાવેલ જગતમાં પાંચ દાયકા કરતા વધુ સમયનો અનુભવ ધરાવતી સીટી બોન્ડની લોકપ્રિયતાના પ્રમાણ સમી આ પાર્ટી માત્ર બિઝનેસ પાર્ટી જ ન હતી પરંતુ એકબીજાને હળવા-મળવા ને જાણવાનો અવસર હતો.
બીઝનેસ સાથે સાથે કંપનીના પારંપારિક મૂલ્યો, સમાજ પ્રત્યેની કૃતજ્ઞતાના સમન્વય સમી સફળ પાર્ટીનો યશ એના કર્તવ્યનિષ્ઠ સાથીઓને જાય છે. ડિરેક્ટર શ્રી કિશોરભાઇએ વાતવાતમાં જણાવ્યું કે, અમારા સાથીઓ દાયકાઓથી અમારી સાથે છે. એમાં ખાસ ટર્નઓવર નથી થયું!


comments powered by Disqus