સોશિયલ મીડિયા પર સ્વનિયંત્રણ જરૂરી

Wednesday 16th July 2025 07:04 EDT
 
 

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે દેશના નાગરિકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજવું જોઈએ અને સંયમનું પાલન કરવું જોઈએ. તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાલતી વિભાજનકારી પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવો પડશે. અભિવ્યક્તિની આઝાદી પર કોઈપણ પ્રકારની સેન્સરશિપ ન હોવી જોઈએ તેમ કોર્ટે જણાવ્યું હતું.

• ‘લંડન લિન્ક’ મની ટ્રેઇલ અંગે રોબર્ટ વાડ્રાની પૂછપરછઃ ઈડીએ સોમવારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની 6 કલાક સુધી પૂછપરછ કરી. તેમને લંડનની મિલકતો, આર્મ ડીલર સંજય ભંડારી સાથેના સંબંધો, શેલ કંપની અને મની લોન્ડરિંગ અંગે પ્રશ્નો પુછાયા હતા. ઈડીનો દાવો છે કે વાડ્રા આ નાણાંકીય નેટવર્કના બેનામી માલિક છે. 2009માં લંડનમાં ફ્લેટની ખરીદી સાથે સંબંધિત કડીઓ તપાસમાં પ્રકાશમાં આવી હતી.

• જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહઃ ઓડિશાના બાલાસોરમાં એક કોલેજની વિદ્યાર્થિનીએ જાતીય સતામણીથી નારાજ થઈ શનિવારે કોલેજ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી. વિદ્યાર્થીની 90 ટકા દાઝી ગઈ છે. બાલાસોરની ફકીર મોહન કોલેજની બી.એડ.ની એક વિદ્યાર્થિનીએ 30 જૂને એક શિક્ષક સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

• બેંગલુરુમાં નાસભાગ અંગે RBC, ક્રિકેટ સંઘ જવાબદારઃ બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 જૂને થયેલી ભાગદોડમાં 11 લોકોનાં મોતની તપાસ રચાયેલા ન્યાયિક પંચે સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો. જેમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ આરસીબી એસોસિએશન અને પોલીસને બેદરકારી માટે જવાબદાર ઠેરવ્યા છે.

• રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત રેકોર્ડ સ્તરેઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ સ્તરે પહોંચવા વચ્ચે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરીને ભારત કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ નથી કરી રહ્યું. રશિયાથી ક્રૂડની આયાત રેકોર્ડ સ્તરે છે, ત્યારે અમેરિકા 500 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ ધરાવતા એક બિલ પર અમેરિકામાં ચર્ચા વધી છે, જેને ભારત વશ નહીં થાય.

• શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટનું વિસર્જનઃ શનિ શિંગણાપુરમાં શ્રી શનેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ કરોડો રૂપિયાનાં કૌભાંડો કર્યાં હોવાથી ટ્રસ્ટી બોર્ડને વિસર્જન કરવામાં આવશે. આ જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટીઓની સંપત્તિના દુરુપયોગની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં તેમની સામે કેસ નોંધવામાં આવશે.


comments powered by Disqus