મુંબઈઃ બિઝનેસમેન અનિલ અંબાણી ગ્રૂપની 50 કંપનીઓ સામે મની લોન્ડરિંગના કેસના સંદર્ભમાં મુંબઈમાં ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય એ છે કે અનિલ અંબાણી હસ્તકની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન એકાઉન્ટને આ મહિનાની શરૂઆતમાં SBI તરફથી મોટો ફટકો પડ્યો હતો. બેન્કે અગાઉ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024માં કંપનીને નોટિસ મોકલી હતી. કંપનીના પ્રતિભાવની સમીક્ષા કર્યા પછી બેન્કે કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીએ તેની લોનની શરતોનું પાલન કર્યું નથી. આ કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેન્ક, સેબી, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેન્ક ઓફ બરોડા અને CBIની બે FIRના આધારે કરવામાં આવી હતી. અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓના અનેક વરિષ્ઠ અધિકારીઓના પરિસરમાં પણ તપાસ હાથ ધરી છે.

