અમદાવાદઃ ગોધરાકાંડ દરમિયાન આણંદ જિલ્લામાં થયેલા કોમી રમખાણોમાં પકડાયેલા આરોપી પૈકી બે આરોપીની સજા હાઇકોર્ટે પુરાવાના અભાવે 5 વર્ષ ઓછી કરવા આદેશ કર્યો છે.
બનાવનાં 23 વર્ષ પછી હાઈકોર્ટે બંને આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે કેસની ટ્રાયલ દરમિયાન પુરાવા અને ઓળખ પરેડ વખતે આરોપીઓની ઓળખ સાબિત થઈ નથી. 9 પૈકી 5 આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, તો બીજા 4 આરોપીને દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી હતી. જેમાં કોર્પોરેટર અલ્પેશ પટેલનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થઇ ગયું હોવાથી તેમને ટ્રાયલમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. અન્ય બે આરોપીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેમની સામેની ક્રિમિનલ અપીલની સુનાવણી પૂર્ણ થતાં હાઈકોર્ટે બંને સામેની 5 વર્ષની સજા રદ કરવા આદેશ કર્યો છે.
ગોધરાકાંડ દરમિયાન આણંદમાં પણ કોમી રમખાણો થયાં હતાં. માર્ચ-2002ના રોજ આણંદમાં ઘાતક હથિયારો સાથે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટોળાએ સરકારી ઇમારતો અને પબ્લિક પ્રોપર્ટીને આગ લગાવીને નુકસાન પહોંચાડયું હતું. જેમાં કુલ 9 લોકોની ધરપકડ કરી હતી. ગોધરાકાંડ પછી રાજ્યના અનેક શહેરો અને ગામોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.

