ઉમિયાધામ સિદસરમાં પ્રમુખપદ મૌલેશ ઉકાણી

Wednesday 30th July 2025 06:15 EDT
 
 

રાજકોટ: કડવા પાટીદાર સમાજની શ્રદ્ધાના કેન્દ્રસમા ઉમિયા માતાજી મંદિર, સિદસરના ટ્રસ્ટીમંડળની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં બંધારણમાં અગત્યના સુધારા કરાયા હતા અને નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક થઈ હતી. આ બેઠકમાં ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની ઉમિયાધામ સિદસરના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ છે. બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયને અનુરૂપ ફેરફારોને બહાલી અપાઈ છે. આ મુજબ હવેથી ચેરમેનનું પદ રદ ગણાશે અને પ્રમુખની જવાબદારી સર્વોપરી રહેશે. 


comments powered by Disqus