ગાંધીનગરઃ ખોરજ પાસે સ્પેસ ક્ષેત્રના ઉપકરણ અને તકનીકોના ઉત્પાદનનું એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતથી અંતરીક્ષ યાનોના લોન્ચિંગ માટેનું એક પેડ બનશે અને આ માટે સૌરાષ્ટ્રની ઘણી જગ્યાઓ પર આદર્શ સ્થિતિ માટેના અભ્યાસ અને સર્વેક્ષણ ચાલી રહ્યા છે તેમ વિજ્ઞાન અને તકનિકી વિભાગનાં સચિવ મોના ખંધારે જણાવ્યું હતું. મંગળવારે મુખ્યમંત્રીએ અવકાશ વિજ્ઞાન અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો અને રોકાણ કરવા ઇચ્છા કેટલાંક સાહસિકો સાથે બેઠક યોજાઈ હતી તેમાં ખંધારે આ નિવેદન કર્યું હતું. ખંધારે આ વાતને આગળ વધારતાં કહ્યું કે હાલ ભારતના માત્ર પૂર્વ ક્ષેત્રમાં જ સ્પેસ લોન્ચિંગ માટેના પેંડહયાત છે, પરંતુ વિજ્ઞાનીઓએ આ માટે ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં તેના માટેની આદર્શ સ્થિતિ હોવાનું તારણ આપ્યું છે.