અમદાવાદઃ ગુજરાત ATS એ એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 4 આતંકીની ધરપકડ કરી છે. ATSએ પકડેેલા 4 આતંકી પૈકી 2ને ગુજરાત, એકને દિલ્હી અને એકની નોઈડા - ઉત્તરપ્રદેશથી ધરપકડ કરાઈ છે. પકડાયેલા આતંકીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી, મોહમ્મદ ફરદીન, મોહંમદ ફૈક અને ઝિશાન અલી તરીકે થઈ છે, જેઓ મોટા આતંકી હુમલાની યોજના બનાવતા હતા.
ગુજરાત એટીએસ દ્વારા આ ચારેય આતંકીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાતાં મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓ ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય આતંકી અરબી દેશમાં ફરાર થવાના હતા. 4 પૈકી 2 આતંકી પાકિસ્તાના આઇએસઆઇએસ સાથે સંપર્કમાં હતા.
ગુજરાત ATSએ ઝડપેલા આ ચારેય આતંકી 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા. નોઇડાના ઝિશાન અલીએ ગન સહિતનાં હથિયારો વસાવ્યાં હતાં. આ હથિયાર આતંકી હુમલા માટે હતાં કે અન્ય કોઈ કારણસર તેની તપાસ ચાલુ છે. પોલીસ અમદાવાદના ફરદીને પણ હથિયાર વસાવ્યાં હતાં, જેની તપાસ ચાલી રહી છે.

