ધરોઈ ડેમ પર ટૂરિઝમ ડેવલપમેન્ટનું 80 ટકા કામ પૂર્ણ

Wednesday 30th July 2025 07:47 EDT
 
 

મહેસાણાઃ ધરોઈ ડેમને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કે શરૂ થયેલા ધરોઈ ડેમની પાછળના ભાગે ઝોન-5ના ડેવલપમેન્ટનું 80 ટકા કામ પૂરું થઈ ગયું છે. વાહનોના પાર્કિંગ અને ઈ-બસ સ્ટેશન સહિતની કામગીરી પૂર્ણતાને આરે છે. અહીં પ્રવાસીઓ પિકનિકની મજા માણી શકે તે રીતે કેફે બિલ્ડિંગ, ફોરેસ્ટ ટ્રેલ, એડવેન્ચર સ્પોર્ટ્સ હોટ-એર બલૂન, વોટર સ્પોર્ટ્સ જેવા વિવિધ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. ડેમની જળસપાટીથી નજીક બનેલા પાથ-વે અને અહીંનો સૂર્યાસ્ત જાણે દરિયાકાંઠે પિકનિક માણતાં હોય તેવી અનુભૂતિ કરાવે છે.


comments powered by Disqus