વાવઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂઈગામ નડાબેટ ખાતેથી રૂ. 358.37 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં હતાં, જેમાં ડીસામાં રૂ. 80 કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ બનશે. મહત્ત્વની બાબત એ છે કે જૂની હેરિટેજ હોસ્પિટલ તોડ્યા વિના જિલ્લાકક્ષાની ફિઝિશિયન, ઓર્થો., પીડિયાટ્રિક, ગાયનેક, MRI સહિતની સુવિધાઓ સાથે 251 બેડની સિવિલ હોસ્પિટલનું નિર્માણ થશે. જિલ્લાનાં વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત બાદ ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે જળસંચય બાબતે સંતોષ વ્યક્ત કર્યો.
કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી, બનાસ ડેરીના સહયોગ સાથે 30 હજાર જેટલા રિચાર્જ કૂવા બનતાં મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

