નાના માણસનું મોટું મનઃ જમીન પર તળાવ બનાવી ગામને સોંપ્યું

Wednesday 30th July 2025 06:15 EDT
 
 

ભુજ તાલુકાનું નાડાપા ગામ પાણીની તંગીથી વર્ષોથી પરેશાન છે. અહીં ગાયોને પાણી માટે ટળવળવું પડતું હતું, ત્યારે ગામના દત્તુભાઈ ચાડ (આહીર)એ આ સમસ્યાથી ગામને મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો. માત્ર રૂ. 5 હજારમાં નોકરી કરતા દત્તુભાઈએ 17 વર્ષ પહેલાં રૂ. 2.25 લાખમાં 2 એકર જમીન ખરીદી હતી. તેમણે વર્ષોની મહેનત બાદ આ જમીન પર તળાવ બનાવીને ગામને સમર્પિત કર્યું છે. ગ્રામજનોએ તેમનું સન્માન કરીને તળાવને દત્તાત્રેય સરોવર નામ આપ્યું છે.


comments powered by Disqus