મેરઠમાં કૃષ્ણા બનેલો કાસિમ 10 વર્ષ સુધી પૂજારી હતો

Wednesday 30th July 2025 07:46 EDT
 
 

મેરઠઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આવેલા દાદરી ગામના પૂજારીનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ ગામના શિવમંદિરમાં 10 વર્ષથી પૂજાપાઠ કરતો પૂજારી મુસ્લિમ હોવાનું જણાતાં હોબાળો થયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બિહારના સીતામઢીમાં અબ્બાસ નામના એક મૌલવી રહે છે. તેના 5 દીકરા પૈકી કાસિમ 15 વર્ષનો હતો ત્યારથી ઘર છોડીને ભાગી ગયો હતો. કાસિમ દાદરી આવી ગયો અને શિવમંદિરમાં સાફ-સફાઈ કરવા માંડ્યો અને પોતાનું નામ કૃષ્ણા રાખ્યું. આમ ધર્મ છુપાવી કાસિમે 15 વર્ષ સુધી મંદિરમાં પૂજા કરતો હતો.


comments powered by Disqus