રાજકોટઃ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની 29 જુલાઈએ મંજૂરી આપવામાં આવી છે. હીરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા અને લઈ જવા અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે. આગામી બે દિવસમાં ભાવ નક્કી કરાયા બાદ આ સેવા શરૂ થઈ શકે છે. હાલમાં આ મામલે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરાઈ નથી. જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરાઈ છે, જેને કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી અપાઈ છે, જેનાથી 10 હજાર વેપારીને ફાયદો થશે.

