અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપાઈ છે, ત્યારે હવે હાઇકમાન્ડના આદેશથી ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્ય કિરીટ પટેલને મુખ્ય દંડકની જવાબદારી સોંપાઈ છે, જ્યારે યુવા આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પ્રવક્તાપદે નિમણૂક કરાઈ છે.
જાતિગત સમીકરણના આધારે કોંગ્રેસ હાઇકમાન્ડે સંગઠન ઉપરાંત વિધાનસભા કોંગ્રેસના વિવિધ હોદ્દા પર નિયુક્તિ કરી છે. ઓબીસી નેતા અમિત ચાવડાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આદિવાસી નેતા ડો. તુષાર ચૌધરીને વિધાનસભા વિપક્ષીનેતા તરીકે જવાબદારી સોંપાઈ છે. તુષાર ચૌધરી મંગળવારે વિપક્ષી નેતાનો પદભાર સંભાળી ચૂક્યા છે. પાટીદાર કોંગ્રેસી નેતાઓએ પ્રદેશ પ્રમુખપદ માટે રાહુલ ગાંધી સમક્ષ માગ કરી હતી તે જોતાં ધારાસભ્ય કિરીટ પટેલને મુખ્ય દંડકપદ અપાયું છે.