નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વાપી અને સાબરમતી વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાતનું કામ ડિસેમ્બર 2027 સુધી પૂર્ણ કરવાની યોજના છે. મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધી સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થઈ શકેે. વૈષ્ણવે જણાવ્યુ હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (૫08 કિલોમીટર) જાપાન પાસેથી ટેક્નિકલ તેમજ નાણાકીય સહાયતાની સાથે નિર્માણ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલીથી થઈને પસાર થશે અને તેમાં મુંબઈ, ઠાણે, વિવાર, બોઈસર, વાપી, બિલિમોરા, સૂરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિતના 12 સ્ટેશનોએ રોકાણની યોજના છે.

