સુરતના વિદ્યાર્થીનું ડિવાઈસ મહિલાઓની સુરક્ષા વધારશે

Wednesday 30th July 2025 07:47 EDT
 
 

સુરતઃ ભારતમાં મહિલાઓ પર વધતા ગુનાખોરીના બનાવો વચ્ચે સુરતનો એક 18 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હરમિત શૈલેષકુમાર ગોધાણી આશાનું કિરણ બન્યો છે. જે ઉંમરે યુવાનો સામાન્ય રીતે સોશિયલ મીડિયા કે મનોરંજનમાં રચ્યાપચ્યા રહે છે, તે ઉંમરે હરમિતે 'વુમન સેફ્ટી' માટે એક ક્રાંતિકારી ડિવાઇસ તૈયાર કર્યું છે, જેનું નામ છે 'Who Safe'.
ફક્ત એક ઇંચનું આ ડિવાઇસ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરશે, જે એક બટન દબાવતાં જ 500થી વધુ લોકોને એલર્ટ કરી દેશે. પહેલા કોલ અને 2 સેકન્ડ પછી લાઇવ લોકેશન મોકલશે.
એક બટન, સેંકડો કોલ અને લાઇવ લોકેશન
કલ્પના કરો કે કોઈ યુવતી સંકટમાં છે અને મદદ માટે બૂમો પાડવાની પણ સ્થિતિમાં નથી. જ્યારે પરિસ્થિતિ ગંભીર બને અને સમયનો અભાવ હોય ત્યારે આ 'Who Safe' ડિવાઇસ તેનો સૌથી મોટો સહારો બનશે. માત્ર એક બટન દબાવતાં જ યુવતીના લગભગ 500થી વધુ ઓળખીતા અને પોલીસના ઇમર્જન્સી નંબર પર એકસાથે ફોન કોલ જશે,
જેની 2 સેકન્ડ બાદ લોકેશન પણ જશે.


comments powered by Disqus