આણંદઃ અમૂલ ડેરી તરીકે જાણીતા ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેનપદે વીરપુરના શાભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેનપદે ડાકોરના વિજય પટેલ બિનહરીફ ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે, નિયામક મંડળની ચૂંટણીમાં શાભેસિંહ પરમાર વીરપુર બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા અને વિજય પટેલ સભાસદની બેઠક પરથી એક મતથી ચૂંટાયા હતા. અમૂલ ડેરી ખાતે સોમવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી ડો. મયૂર પરમારની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી. અમૂલ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળમાં ચૂંટાયેલા ડિરેક્ટર, આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

