ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મંગળવારે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદીએ તેમને પ્રેમથી આવકાર્યા હતા અને રૂબરૂમાં અંગત મુલાકાત કરીને ચર્ચા પણ કરી હતી. આ સાથે વિસ્તરણ બાદ મોદીને દિલ્હીમાં મળનારા મંત્રીઓમાં મોઢવાડિયા પ્રથમ છે. તેઓ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેર અને કલાકાર માયાભાઈ આહિરને લઈ ગયા હતા.

