ઓલિમ્પિક માટે રાજ્ય સરકાર સ્વિટ્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે

Wednesday 17th December 2025 04:20 EST
 
 

અમદાવાદઃ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઈ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારી શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા સકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિટ્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂ કરવા જઈ રહી છે. આવતા સપ્તાહે 16થી 20 ડિસેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સરકારના અધિકારીઓની એક ટીમ લુસાન જવા નીકળી રહી છે. આવતા સપ્તાહે લુસાનમાં પાંચ દિવસીય બેઠકમાં હર્ષ સંઘવી સહિતનું પ્રતિનિધિમંડળ ઓલિમ્પિક ફેડરેશન ઉપરાંત અલગ-અલગ રમતોનાં એસોસિયેશનને પ્રેઝન્ટેશન આપશે. ભવિષ્યમાં ઓલિમ્પિક એસોસિયેશન સાથેનો કોઈપણ પ્રકારનો સંવાદ કે સંદેશાવ્યવહાર આ કચેરી મારફતે થશે.


comments powered by Disqus