અમદાવાદ: કલાક્ષેત્રે જાણીતી સંસ્થા કારીગર ક્લિનિક દ્વારા અમદાવાદસ્થિત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ’માં વિવિધ કેટેગરી હેઠળ કારીગરો તેમજ ઉદ્યોગ સાહસિકોને કારીગર ક્લિનિક તેમજ જીટીયુ તરફથી વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ્સ તેમજ ગ્રાન્ટથી સન્માનિત કરાયા હતા.
આ વર્ષે ‘અપ્પો દીપો ભવો ગોલ્ડ એવોર્ડ’ કુંજલ ભાવસારને અપાયો હતો. ‘અપ્પો દીપો ભવો’ એટલે જાતે જ પોતાનો દીવો બનવાના સંદેશ સાથે મુશ્કેલીઓ છતાં પરિશ્રમથી આગળ વધતા ઉદ્યોગ સાહસિકને સન્માનિત કરવા. અત્યાર સુધીની 8 બેચ તેમજ 300થી વધુ ઉદ્યોગ સાહસિક વિદ્યાર્થીઓના પ્રવાસમાં આ સન્માન માત્ર બે ઉદ્યોગ સાહસિકને જ અપાયું છે.

