અમદાવાદઃ વર્ષ 1996માં રાજસ્થાનના એક વકીલને ડ્રગ્સ કેસમાં ફસાવવાના ચકચારભર્યા કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજાના હુકમને સ્થગિત કરવા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી અને તેમને કોઈપણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો હતો. વર્ષ 1996માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની એક હોટેલમાં રાજસ્થાનના વકીલ રોકાયા હતા, તેમના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કરીને તેમને ફસાવવાના કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટે
સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકારી હતી.

