ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાની એક પ્રેસ કોન્ફરન્સને લઈ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપમાં સામસામે વાકયુદ્ધ છેડાયું છે. શુક્રવારે રાજપીપળાના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને માનહાનિનો દાવો કરવાની વાત કરી હતી.
શુક્રવારે દર્શના દેશમુખે જણાવ્યું કે, 7 ડિસેમ્બરે સાંસદ વસાવાએ નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. જો કે કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરાયું નહોતું. મનસુખ વસાવાએ આડકતરી રીતે ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મારી સાંઠગાંઠનો સંકેત આપ્યો હતો, જેથી મારી બદનામી થઈ છે. ભ્રષ્ટાચારની વાત છે તો મનસુખ વસાવા સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ.
ત્યારે કેમ ચૂપ રહ્યાાં?
સાંસદ મનસુખ વસાવાએ દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર વળતો ઘા કરતાં કહ્યું હતું કે, એકતા પરેડ દરમિયાન વડાપ્રધાનની હાજરીને લઈ ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું, ત્યારે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ કેમ એકદમ મૌન
રહ્યાં હતાં.

