ભુજઃ ધો. 12માં અભ્યાસ કરતા વિશ્વલ ઠક્કરનું રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયું છે. ‘કવોન્ટમ ટેલિપોર્ટેશન મિકેનિઝમ એક્સપેરિમેન્ટલ એડવાન્સીસ એન્ડ ફયુચર પ્રોસ્પેક્ટ્સ’ શીર્ષક હેઠળનું આ સંશોધન વિશ્વલની વૈજ્ઞાનિક ઘનતા, અભ્યાસનું ઊંડાણ અને જ્ઞાનઆધારિત વિચારસરણીને વ્યક્ત કરે છે.
કચ્છ રિજનલ સાયન્સ સેન્ટરના વડા વિરલ પરમારે વિશ્વલને રોલમોડેલ તરીકે પસંદ કરતાં હતું કે, ‘વાસ્તવિક જ્ઞાન હંમેશાં માર્ક્સ કરતાં મોટું છે. 12મા ધોરણે જ પેપર પ્રકાશિત કરાવવું નોંધપાત્ર સિદ્ધિ છે.’

