રૂ. 40 લાખનો વીમો પકવવા યુવતીએ પ્રેમી સાથે મળી બહેનની હત્યા કરી

Wednesday 17th December 2025 03:45 EST
 
 

વડોદરાઃ બુધવારે અંકોડિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં મહિલાને ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતદેહની ઓળખ અજીઝાબાનુ ગોરવાની હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ કરતાં અજીઝા મંગળવારે આર્યા હાઇટ્સ નજીક એક શખ્સ સાથે મોપેડ પર બેસીને જતી દેખાઈ હતી. પોલીસે મોપેડની શોધખોળ કરી હતી અને તે સમયે અજીઝાને રમીઝ રાજા શેખ બેસાડીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની તપાસ દરમિયાન રમીઝે કબુલાત કરી દીધી હતી કે, અજીઝાની મોટી બહેન ફિરોજાબાનુ ઉર્ફે અનીયા બંને સાથે રહેતી હતી. 15 દિવસ પહેલાં અજીઝાનો રૂ. 40 લાખનો વીમો ઉતારાયો હતો, ત્યારબાદ રમીઝે તેને શ્રમકાર્ડ કઢાવાના બહાને અંકોડિયા લઈ જઈ હત્યા કરી હતી.
રમીઝ 15 દિવસમાં બે વાર હત્યા કરવામાં નિષ્ફળ
રમીઝ તથા ફિરોજાએ અજીઝાનો વીમો ઉતાર્યો હતો અને પોતે જ રૂ. 3 હજાર ભર્યા હતા. બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થયા કરતો હતો, જેથી ફિરોજાએ હત્યા બાદ રૂપિયા મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. રમીઝે 15 દિવસમાં બે વાર અજીઝાની હત્યા કરવાની યોજના કરી હતી પણ તે નિષ્ફળ ગયો હતો.

વડોદરાઃ બુધવારે અંકોડિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં મહિલાને ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતદેહની ઓળખ અજીઝાબાનુ ગોરવાની હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તપાસ કરતાં અજીઝા મંગળવારે આર્યા હાઇટ્સ નજીક એક શખ્સ સાથે મોપેડ પર બેસીને જતી દેખાઈ હતી. પોલીસે મોપેડની શોધખોળ કરી હતી અને તે સમયે અજીઝાને રમીઝ રાજા શેખ બેસાડીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.પોલીસની તપાસ દરમિયાન રમીઝે કબુલાત કરી દીધી હતી કે, અજીઝાની મોટી બહેન ફિરોજાબાનુ ઉર્ફે અનીયા બંને સાથે રહેતી હતી. 15 દિવસ પહેલાં અજીઝાનો રૂ. 40 લાખનો વીમો ઉતારાયો હતો, ત્યારબાદ રમીઝે તેને શ્રમકાર્ડ કઢાવાના બહાને અંકોડિયા લઈ જઈ હત્યા કરી હતી. રમીઝ 15 દિવસમાં બે વાર હત્યા કરવામાં નિષ્ફળરમીઝ તથા ફિરોજાએ અજીઝાનો વીમો ઉતાર્યો હતો અને પોતે જ રૂ. 3 હજાર ભર્યા હતા. બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થયા કરતો હતો, જેથી ફિરોજાએ હત્યા બાદ રૂપિયા મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. રમીઝે 15 દિવસમાં બે વાર અજીઝાની હત્યા કરવાની યોજના કરી હતી પણ તે નિષ્ફળ ગયો હતો.


comments powered by Disqus