વીમાક્ષેત્રમાં 100 ટકા FDIને મંજૂરી, ‘સૌ માટે વીમો’નું લક્ષ્ય સરળ થશે

Wednesday 17th December 2025 03:43 EST
 
 

નવી દિલ્હીઃ કેબિનેટે વીમાક્ષેત્રમાં વિદેશી રોકાણ (એફડીઆઇ) મર્યાદા વધારીને 100 ટકા કરવાના બિલને મંજૂરી આપી છે, જે આ સત્રમાં સંસદમાં રજૂ થવાની ધારણા છે. એફડીઆઇ દ્વારા વીમાક્ષેત્રમાં અત્યાર સુધીમાં લગભગ રૂ. 82,000 કરોડનું રોકાણ કરાયું છે. નાણા મંત્રાલયે વીમા અધિનિયમ - 1938માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. આમાં એફડીઆઇને 100 ટકા સુધી વધારવા, લઘુતમ પેઇડઅપ મૂડી ઘટાડવા અને સંયુક્ત લાઇસન્સ રજૂ કરવાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus