ગાંધીનગરઃ ગુજરાતમાં છેક શારજાહથી પ્રથમ વખત દરિયામાંથી ડેટા કેબલ લાવીને ધુવારણમાં લેન્ડિંગ સ્ટેશન ઊભું કરાશે અને ત્યાંથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લાવીને ડેટા સેન્ટર બનાવવાનું આયોજન હોવાની જાહેરાત કરાઈ છે. આ માટે ગુજરાત સરકાર, ગિફ્ટ સિટી અને સંયુક્ત આરબ અમિરાતના શારજાહની હેનોક્સ આઇટી એન્ડ ડેટા સેન્ટર્સ પ્રા.લિ. વચ્ચે ‘ડેટા કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ’ સ્થાપવા એમઓયુ કરાયા હતા. ગુજરાતમાં પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર ઊભું થશે.

