2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા દરમિયાન લોકશાહીના મંદિરને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા જાનબાઝ શહીદોને શનિવારે સંસદ ભવન ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, રાહુલ ગાંધી સહિતના સાંસદોએ શહીદોને પુષ્પાંજલિ આપી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

