અમદાવાદઃ શહેરના નારણપુરામાં આવેલા રૂ. 825 કરોડના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દરમિયાન અમિત શાહે કહ્યું કે, સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે, ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં ટોચના સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની બનશે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિતનાં મહાનુભાવો હાજર રહ્યાં હતાં.