અમદાવાદઃ કન્સ્ટ્રક્શનના રૂપિયાની લેતીદેતીના 20 મહિનાથી ચાલતા ઝઘડામાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ પાટીદાર અગ્રણી નેતા અને નિકોલના 63 વર્ષીય બિલ્ડર હેમંત રૂડાણીની હત્યાની સોપારી આપી મોતને ઘાટ ઉતરાવી દીધા છે. 13 સપ્ટેમ્બરે રાત્રે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝની ડિકીથી લાશ મળી હતી. ત્યારબાદ પોલીસે રાજસ્થાન ભાગી રહેલા સગીર સહિત ત્રણ શખ્સને મોડી રાત્રે ઝડપી લીધા હતા. આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુએ કબૂલ્યું કે, તેમને મનસુખ લાખાણીએ બિલ્ડર હિંમતભાઈની હત્યાની સોપારી આપી હતી. તેમની હત્યા બાદ કાર મૂકી તેઓ ફરાર થયા હતા.