ચાંગાઃ દુનિયા અને દેશમાં યુએવી ડ્રોનનો ઉપયોગ વિજ્ઞાન, સંશોધન, કૃષિ અને અવકાશ માટે વધી રહ્યો છે. નાસા દ્વારા મંગળ જેવા ગ્રહોના સંશોધન અને ઇસરો દ્વારા ડ્રોન બેસ્ડ અંતરીક્ષ મિશનો વિકસાવાઈ રહ્યાં છે. હાલમાં ઇસરો આયોજિત ઇસરો રોબોટિક્સ ચેલેન્જ 2025માં ચારુસેટની એવિઓનિક્સ ટીમ ગુજરાતની એકમાત્ર ટીમ બની, જેણે યુએવીનો અત્યાધુનિક પ્રોટોટાઇપ તૈયાર કરી ફાઇનલિસ્ટ બની.
ઇસરો યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા કરેલા રોબોટિક્સ ચેલેન્જમાં દેશની 500 અને ગુજરાતની 16 ટીમે ભાગ લીધો હતો, જેમાં વિવિધ રોબોટિક્સને લગતા પ્રોટોટાઇપ રજૂ કરાયા હતા. આ પ્રારંભિક મોડેલ ભવિષ્યમાં મંગળ તેમજ અન્ય ગ્રહોના સંશોધન મિશનને ઉપયોગી બનશે. આવા ગ્રહો પર જ્યાં ખાસ કરીને સંશોધન સમયે સંપર્ક તૂટે અને જીપીએસ ન મળે તેવા સંજોગો માટે પ્રોટોટાઇપમાં અદ્યતન સેન્ટર ફ્યુઝનનો ઉપયાગ કરાયો છે.