જૂનાગઢઃ કોર્પોરેટર કરમણ રબારી હત્યાકેસમાં સાધુ અને પાકિસ્તાનીના વેશમાં ભાગતા આરોપી અશ્વિન કાઠીને સ્ટેટ મોનિટરિંગ સેલે બિકાનેરથી ઝડપી જૂનાગઢ પોલીસને સોંપ્યો છે. હત્યા બાદ 5 દિવસના જામીન પર આવેલો અશ્વિન 7 વર્ષથી ફરાર હતો. આરોપીને ઝડપવા ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલને ખાસ ટાસ્ક સોંપ્યો હતો. જૂનાગઢના કુખ્યાત અશ્વિન કાઠીનો ત્રાસ વધ્યો હોવાથી કોર્પોરેટર અને જૂનાગઢ મનપાના દંડક કરમણ રબારીએ તેની ફરિયાદ કરી હતી. જેના પગલે પોલીસે તેની સામે પગલાં લીધાં હતાં. આ બાબતની અદાવત રાખી અશ્વિન કાઠીએ વર્ષ 2010માં પોતાના 4 સાગરીતો સાથે જાહેરમાં કરમણ રબારી પર ગોળીબાર કરી હત્યા કરી હતી.