નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી સાંજે પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને તેમના 75મા જન્મદિવસની શુભકામના પાઠવી. બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશ વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ધન્યવાદ વ્યક્ત કરતાં કહ્યું, ‘ફોન કરવા અને જન્મદિવસની શુભકામના આપવા અંગે આપનો આભાર મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારી જેમ હું પણ ભારત-પાકિસ્તાનના વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે તમારા પ્રયાસોનું સમર્થન કરીએ છીએ.’