તાપી-ડાંગના આદિવાસી પરિવારની ખ્રિસ્તીથી સનાતન ધર્મમાં વાપસી

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

આહવાઃ ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે આવેલ ચાંદ સુર્યા મંદિરે ગઈકાલે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અગ્નિવીર સંગઠન દ્વારા તાપી તથા ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 30 પરિવારોને ઈસાઈ ધર્મમાંથી ફરી સનાતન ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામેલ થયેલા પરિવારો અગાઉ લોભ-લાલચ, આકર્ષણો તથા બીમારીમાંથી સાજા થઈ જવાની ખોટી આશાઓ આપીને ઈસાઈ ધર્મમાં ફેરવાયા હતા. પરંતુ વર્ષોથી ચાલતા આ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓને રોકવા તથા લોકોને ફરીથી તેમના મૂળ સનાતન ધર્મ સાથે જોડવા અગ્નિવીર સંગઠન દર વર્ષે ઘર વાપસીના કાર્યક્રમો યોજે છે. ચાંદ સુર્યા મંદિરે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


comments powered by Disqus