દહેરાદૂનઃ મંગળવારે સવારે 5 વાગ્યે ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, જેના કારણે તમસા, કાર્લિગડ, ટોન્સ અને સહસ્ત્રધારા નદીઓમાં પાણીનું સ્તર વધ્યું. સહસ્ત્રધારા નદીમાં પૂર આવતાં નજીકના વિસ્તારો તપોવન, આઇટી પાર્ક, ઘંગોરા, ઘડી કેન્ટ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા અને ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા હતા. સહસ્ત્રધારા નદીમાં તણાતાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા. વિકાસનગરમાં ટોન્સ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં શ્રમિકો ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં તણાઈ ગઈ, જેમાં સવાર 8 લોકોનાં મોત થયાં અને 4 વ્યક્તિ લાપતા થઈ ગઈ.