વલસાડઃ પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે. વિધાનસભામાં આ મુદ્દે પૂછાયેલા પ્રશ્નોના સરકાર તરફથી અસ્પષ્ટ જવાબો મળતાં આદિવાસી સમાજ રોષમાં છે. આંદોલનને વધુ તીવ્ર બનાવવા ડેમ સમિતિ દ્વારા ગામેગામ રાત્રીબેઠકોનું આયોજન કરાઈ રહ્યું છે.