વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લાના ઉનાના વાજડી ગામે રહેતા શ્રમિક રમેશભાઈ નંદવાણાનાં ત્રણ બાળક મેદસ્વિતાથી પીડાઈ રહ્યાં છે. બે દીકરી અને એક દીકરાનું દિવસે ને દિવસે વજન વધી રહ્યું છે. હાલમાં 16 વર્ષની યોગિતાનું વજન 72 કિલો છે, 14 વર્ષની અમિષાનું 97 કિલો અને 12 વર્ષના હર્ષનું વજન 84 કિલો છે. હાલમાં મેદસ્વિતાના કારણે બે દીકરીનો અભ્યાસ પણ છૂટી ગયો છે.
આનંદીબહેન સરકારે આપ્યું હતું ધ્યાન
ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આ પરિવારને દત્તક લીધો હતો. 2014માં સરકારે બાળકોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે આરોગ્ય શાખા કે સરકાર કોઈ પૂછવા પણ આવતું ન હોવાનું પિતા રમેશભાઈએ જણાવ્યું હતું. ભણતરમાં ખૂબ રસ હોવા છતાં વધતા વજનના કારણે અમિષા અને યોગિતા શાળાએ જઈ શકતી
નથી. 2014માં આનંદીબહેનની સરકારે ધ્યાન આપતાં અમે ત્રણેય બાળકને અમદાવાદ લઈ ગયા હતા, જ્યાં બેથી ત્રણ મહિના રોકાયા હતા. અહીં દવા ને બધું અપાયું હતું, એ પછી અમે ઘરે આવતા રહ્યા હતા.