નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈ ચર્ચા કરી હતી અને તેના માટે તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો.
મોદીએ ફોન પર થયેલી વાતચીતમાં મેલોની સાથે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી અને તેની સાથે ઈન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપિયન ઈકોનોમિક કોરિડોરના અમલીકરણ અંગે પણ વાતચીત કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે, ઇટાલિયન વડાપ્રધાન મેલોની સાથે વાતચીત સારી રહી હતી. અમે ભારત-ઈટાલી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી યુક્રેન સંઘર્ષનો અંત લાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત આઇએમઆઇઈઈસીની પહેલને પ્રમોટ કરવામાં તથા ભારત-ઇયુ વેપાર કરારમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ ઇટાલિયન પીએમનો આભાર માન્યો હતો.