અમદાવાદઃ મોડાસા-શામળાજી વચ્ચેની નવી રેલ લાઈનની કામગીરી માર્ચ 2026માં પૂર્ણ થશે. આશરે 26 કિ.મી.ની લંબાઈની લાઈન માટે જમીનમાં ખોદકામ, બ્રિજ, અંડરપાસ, ટ્રેક કામ, સિગ્નલિંગ, ટેલિકોમ સહિતના કામો ચાલી રહ્યા છે. આ યોજનાથી નડિયાદ, મોડાસા શાખા રેલવે લાઈનને અમદાવાદ, હિંમતનગર, ઉદયપુરની લાઇન સાથે જોડીને ગુજરાતમાંથી ઉત્તરના ભાગો માટે સરળ રેલવે નેટવક મળશે.
ગત તા. 28-2-23માં આ પ્રોજેક્ટને વિશેષ રેલ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિલોકેશન સર્વેનું કામ હાથ ધરાયું છે. વનકાપણી માટેની મંજૂરી હાલ પ્રક્રિયા હેઠળ છે. જમીન અધિગ્રહણનું કામ ચાલી રહ્યું છે. કુલ 113.45 હેક્ટર જમીનની જરૂરિયાત છે. જેમાંથી 101.53 હેક્ટર જમીન પ્રાઇવેટ છે. સરકારી જમીન 11.92 હેક્ટર છે. જમીન અધિગ્રહકની 97 ટકા કામગીરી પૂર્ણ થવા આવી હોવાનું જાણવા મળે છે.
બીજી એક નવી રેલ લાઈન મહેસાણાના તારંગાહિલથી અંબાજી આબુરોડ નવી બ્રોડગેજ લાઈન નાંખવાની પણ કામગીરી ચાલી રહી છે. જે બનાસકાંઠા, સાબરકાંઠા મહેસાણા અને રાજસ્થાનમાં શિરોહી જિલ્લામાંથી લાઈન પસાર થશે.