હૈદરાબાદઃ કોઇ પણ સ્ટાર્ટઅપના સીઈઓ અને ફાઉન્ડરની તો બહુ ચર્ચા થતી હોય છે, પરંતુ હૈદરાબાદનું એક સ્ટાર્ટઅપ તેના ચીફ હેપ્પીનેસ ઓફિસર (CHO)ને કારણે ચર્ચામાં છે. આ ટેક કંપનીએ ડેનવર નામના ગોલ્ડન રિટ્રિવર ડોગની ચીફ હેપ્પીનેસ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. કંપનીના ફાઉન્ડરનું કહેવું છે કે, ડેનવર કંપનીના કર્મચારીઓનો સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. આ સાથે કંપનીએ જણાવી દીધું છે કે હાલમાં જ કંપની શરૂ કરવામાં આવી હોવાથી તે ડેનવર સિવાય કોઈ સુવિધા આપી શકશે નહીં. કંપનીની ચીફ હેપ્પીનેસ ઓફિસરનો પરિચર કરાવતી પોસ્ટ સોશિયલ મીડિયા સાઈટમાં વાયરલ થઈ છે. ઘણા યુઝર્સ કહી રહ્યાં છે કે, આજના તણાવભર્યા સમયમાં ડેનવર જેવા ‘ઓફિસરો’ની તાતી જરૂરત છે.