નરેન્દ્ર મોદીએ ભારતીય લશ્કરને તેની રીતે કાર્યવાહી કરવા પૂરી છૂટ આપી તે જોઈને પાકિસ્તાનના વડાપ્રધાને પણ પોતાની આર્મીને પૂરેપૂરી છૂટ આપી દીધી...
...જ્યાં જગ્યા મળે તે બાજુ મુઠ્ઠી વાળીને ભાગી જવાની!
•••
છગન: પેટ્રોલપંપવાળા પણ ખરા હોય છે!
મગન: કેમ શું થયું?
છગન: એક તરફ લખે છે કે, મોબાઇલ ના વાપરશો ને બીજી તરફ પેટીએમ કરવા કહે છે!
•••
ચંગુ: આ કોરોનાએ તો માણસાઈ જીવંત કરી દીધી છે ભાઈ.
મંગુ: એમ? કઈ રીતે?
ચંગુ: અરે ટેસ્ટ તમે કરાવો અને પ્રાર્થના તમારા પડોશવાળા કરે કે રિપોર્ટ નેગેટિવ આવે તો સારું!
•••
જજ (આરોપીને): તું ત્રીજી વાર અદાલતમાં ગુનેગાર તરીકે આવ્યો છે. શરમ નથી આવતી?
આરોપી: શરમ શેની? તમે પણ રોજ કોર્ટમાં આવો જ છો, તમને આવે છે?
•••
પત્નીએ પતિનો મોબાઇલ ચેક કર્યો અને પછી આંખો કાઢીને પૂછયુંઃ આ છગન કરિયાણાવાળો તમને એવું શા માટે પૂછે છે કે જમ્યા કે નહીં?
•••
પતિ (હોટલ મેનેજરને): જલદી ચાલો.
મેનેજર: શું થયું એ તો કહો.
પતિ: મારી પત્ની બારીમાંથી કૂદીને પોતાનો જીવ આપવા માગે છે.
મેનેજર: તો એમાં હું શું કરું?
પતિ: અરે, પણ બારી ખૂલતી નથી.
•••
મહિલાઃ ડોક્ટર સાહેબ મારું વજન કઈ રીતે ઘટશે?
ડોક્ટર: બસ, તમારી ગરદનને ડાબેથી જમણે હલાવવાથી.
મહિલા: ક્યારે?
ડૉક્ટર: કોઈ ખાવાનું પૂછે ત્યારે.
•••
ચિન્કીઃ તારો ફોન તો બહુ સારો છે
પિન્કી: મારા પતિ લાવ્યા, ફોન દોઢ લાખ રૂપિયામાં પડયો હતો
ચિન્કી: તારો નેકલેસ પણ સારો છે
પિન્કી: એ પણ મારા પતિ લાવ્યા. પાંચ લાખ રૂપિયામાં પડયો
ચિન્કી: એમ, તારો પતિ પણ સારો છે...
પિન્કી: એ મારા પપ્પા લાવ્યા હતા, એ એક કરોડમાં પડયો હતો!
•••
ભિખારી: 20 રૂ. આપો, કોફી પીવી છે
ચંગુ: પણ કોફી તો 10 રૂપિયામાં આવે છે
ભિખારી: સાહેબ મારી ગર્લફ્રેન્ડ પણ છે
ચંગુ: ભિખારી થઈને ગર્લફ્રેન્ડ રાખી છે?
ભિખારી: ના સાહેબ, ગર્લફ્રેન્ડે જ ભિખારી બનાવ્યો છે.
•••