મેઘાણીનગરમાં ધડાકા સાથે વિમાન ક્રેશ થવાની અતુલ્યમ હોસ્ટેલમાં લાગેલી આગમાં આસપાસના ઘટાદાર વૃક્ષોની સાથે પક્ષીઓ અને કેમ્પસમાં શ્વાન પણ બળીને રાખ થયા હતાં, તેમજ ત્યાં પાર્ક કરેલાં વાહનો પણ સળગી ગયાં હતાં.
સાઇરનોથી આસપાસના વિસ્તારો ગુંજ્યા
વિમાન દુર્ઘટના બન્યાની જાણ થતાં જ અમદાવાદ સહિત અન્ય શહેરોથી મોટી સંખ્યામાં એમ્બુલન્સ અને ફાયર ટેન્કર્સ આવી પહોંચતાં મેઘાણીનગર અને સિવિલ આસપાસના વિસ્તાર સાઇરનોથી ગૂંજી ઊઠ્યા હતા.
મૃતદેહોની શોધ માટે શ્વાનની મદદ લેવાઈ
સળગી રહેલા વિમાન અને મકાનમાં આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી અને ઘાયલ તથા મૃતદેહો કાઢવામાં આવ્યા હતા, કાટમાળ નીચે દટાયેલી વ્યક્તિઓને શોધવા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી.
એરપોર્ટ 4 કલાક માટે બંધ કરાયું
પ્લેનક્રેશની બાદ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટની અવર-જવર બંધ કરાઈ હતી. જે ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ થવાની તૈયારીમાં હતી, તેમને તાકીદે અટકાવી દેવામાં આવી હતી. સાંજે 5:45થી એરપોર્ટ પૂર્વવત્ કરાયું હતું.