ભગવાન જગન્નાથની અષાઢી બીજે 148મી રથયાત્રા નીકળશે. તે પૂર્વે બુધવારે જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમે જમાલપુર જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી, જે સાબરમતી નદીથી જળ લઈ પરત ફરી હતી. જેનાથી સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના ભક્તોએ ભગવાનને પંચદ્રવ્ય સહિત નદીનાં પાણીથી સ્નાન કરાવાયું હતું. બાદમાં ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવાતો ગજવેશ પહેરાવાયો હતો. સાધુ-સંતોનો કાળી રોટી ધોળી દાળનો ભંડારો યોજાયો હતો.